• વનપ્રદેશ વાસુરણાના તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે આયોજન

  • જય ગોપાલ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય હાથ ધરાયું

  • 2 હજાર શ્રીફળ દ્વારા અવિરત કીડિયારું સેવાયજ્ઞની પૂર્ણાહુતિ

  • ગંગા સ્વરૂપ બહેનો અને વિધુર ભાઈઓને કપડાનું વિતરણ કરાયું

  • સંસ્થાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સભ્યોની ઉપસ્થિતી

ડાંગ જિલ્લાના વાસુરણા સ્થિત તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા આયોજિત સેવાયજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

ડાંગ જિલ્લાના વનપ્રદેશમાં વાસુરણા ખાતે આવેલું તેજસ્વિની સંસ્કૃતિ ધામ એક મહત્વનું સેવા અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. અહીં વિશ્વ કલ્યાણ અને શાંતિ માટે વર્ષભર વિવિધ ધાર્મિક તથા સેવાકીય પ્રવૃત્તિઓજેમ કેવૈદિક હવન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છેત્યારે જય ગોપાલ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટનવસારી-સુરત દ્વારા તેજસ્વીની સંસ્કૃતિધામમાં 2 હજાર શ્રીફળ દ્વારા અવિરત કીડિયારું સેવાયજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ સાથે જ શારદા મઠ-ગણદેવી દ્વારા 500 ગંગા સ્વરૂપ બહેનો અને વિધુર ભાઈઓને કપડાનું વિતરણ કરી ગૌમાતા માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સામાજિક સંસ્થાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.