• 14મી એપ્રિલ એટલે ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ

  • આમોદ નગરના શ્રદ્ધાસુમન કાર્યક્રમનું આયોજન કરાયું

  • ડો. બાબાસાહેબની પ્રતિમાઓને ફૂલહાર અર્પણ કરાયા

  • ધારાસભ્ય સહિતના આગેવાનો રહ્યા વિશેષ ઉપસ્થિત

  • બાબાસાહેબ અમર રહોના ગગનભેદી નારા લગાવાયા 

ભરૂચ જિલ્લાના આમોદમાં બંધારણના ઘડવૈયાસામાજીક સમરસતાના પ્રણેતા અને ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

બંધારણના ઘડવૈયાસામાજીક સમરસતાના પ્રણેતા અને ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચ જિલ્લાના આમોદ નગર સ્થિત આંબેડકર સાહેબની પ્રતિમાઓને ધારાસભ્ય ડી.કે.સ્વામી અને સ્થાનિક આગેવાનો સહિતના લોકોએ ફુલહાર અર્પણ કરી બાબાસાહેબ અમર રહો‘ ના ગગનભેદી નારા લગાવ્યા હતા.

આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ,  મહામંત્રી હિતેશ શાહજીલ્લા મોરચાના મહામંત્રી કમલેશ મકવાણાઆમોદ નગરપાલિકા તેમજ તાલુકા અને જીલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો સહિતના હોદેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.