ભરૂચ જંબુસર તાલુકાના ડાભા ચોકડી વિસ્તારમાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એસ.ટી. બસ અને બાઈક વચ્ચે  ટક્કર થતાં બાઈક સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
મૃતકની ઓળખ કસ્બા વિસ્તારના રહેવાસી ઈદ્રીસ મહમદ મલેક તરીકે થઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
આ અકસ્માતમાં બાઈક પર સવાર અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.