• અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ઉદ્યોગ મંડળ દ્વારા આયોજન

  • ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની પુર્ણાહુતી

  • શ્રેષ્ઠ એક્ઝિબીટરોને એવોર્ડ એનાયત

  • ઉદ્યોગ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ૧૬માં ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની પુર્ણાહુતી કરવામાં આવી હતી જેમાં શ્રેષ્ઠ એક્ઝિબીટરોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ઇએસઆઈસી હોસ્પિટલ સામે આવેલા યુટિલિટી પ્લોટ ખાતે આયોજિત ૧૬મો એઆઈએ  ઇન્ડસ્ટ્રીયલ એક્સપો સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોએ ઉદ્યોગ જગતમાં નોંધપાત્ર પ્રતિસાદ મેળવ્યો હતો.
ત્રણ દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર સાથે સંકળાયેલા નાના-મોટા મળી કુલ ૧૨૫થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જે મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એક્સપોમાં ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પોલીમર્સ, એગ્રીકલ્ચર પેસ્ટિસાઇડ્સ, ઓઇલ એન્ડ લુબ્રિકન્ટ્સ, એન્જિનિયરિંગ ટૂલ્સ અને મશીનરી, પ્રોસેસ કંટ્રોલ સિસ્ટમ, પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રિકલ્સ તેમજ ઇલેક્ટ્રોનિક્સ સહિત વિવિધ ઉદ્યોગોએ પોતાના પ્રોડક્ટ્સ અને ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું હતું.એક્સપોના સમાપન સમારોહમાં સૂર્યા લાઈફ સાયન્સના મેનેજિંગ ડિરેક્ટર અરુણ જોષી, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિ, એક્સપો ચેરમેન યોગેશ પટેલ, એઆઈએના પ્રમુખ વિમલ જેઠવા, ઉપપ્રમુખ હસમુખ પટેલ તેમજ સેક્રેટરી નિલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.સમાપન સમારોહ પ્રસંગે વિવિધ કેટેગરી મુજબ શ્રેષ્ઠ એક્ઝિબીટરોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.ઇન્ડસ્ટ્રીયલ એક્સપો ઉદ્યોગકારો માટે નેટવર્કિંગ, ટેકનોલોજી એક્સચેન્જ અને નવા વ્યાવસાયિક અવસરો ઉભા કરતું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થયુ હોવાનું આયોજક સંસ્થાએ જણાવ્યુ હતુ.