ભરૂચ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પોલીસકર્મીઓનું પોસ્ટલ બેલેટથી 79 ટકા મતદાન
પોલીસ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું હતું.આ મતદાન પ્રક્રિયામાં 130 પોલીસ કર્મચારીઓમાંથી 103 કર્મચારીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો ગુજરાત | ભરૂચ | સમાચાર
ભરૂચમાં સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે આગળ વધી રહી છે. તેના ભાગરૂપે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું હતું.આ મતદાન પ્રક્રિયામાં કુલ 130 પોલીસ કર્મચારીઓમાંથી 103 કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આ પ્રમાણે લગભગ 79 ટકા જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું છે, જે પોલીસ દળમાં સક્રિય ભાગીદારી દર્શાવે છે.ચૂંટણી કામગીરી માટે અન્ય સ્થળોએ ફરજ બજાવી રહેલા કર્મચારીઓને મતદાનથી વંચિત ન રહે તે માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આવા સ્ટાફ માટે આવતીકાલે મામલતદાર કચેરી ખાતે સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન યોજાશે.ચૂંટણી તંત્ર દ્વારા દરેક મતદાર સુધી મતાધિકાર પહોંચે અને મતદાન ટકાવારી વધે તે માટે જરૂરી તમામ આયોજન કરવામાં આવી રહ્યું છે.
