• સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનો ઉત્સાહ

  • સુરતમાં નાયબ મુખ્યમંત્રીએ કર્યું મતદાન

  • હર્ષ સંઘવીએ ધર્મપત્ની સાથે કર્યું મતદાન

  • મતદાન મથકે લોકોની વચ્ચે પહોંચ્યા હર્ષ સંઘવી

  • સૌને મતદાન કરવા કરી અપીલ 

સુરતમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધર્મપત્ની સાથે વહેલી સવારે મતદાન મથક પર પહોંચીને પોતાનો કિંમતી મત આપ્યો હતો.ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. લોકશાહીના આ પર્વમાં સામાન્ય નાગરિકોની સાથે દિગ્ગજ નેતાઓ પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે.સુરતમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વહેલી સવારે મતદાન મથક પર પહોંચીને પોતાનો કિંમતી મત આપ્યો હતો.

સુરતના મજુરા વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના ધર્મપત્ની સાથે મતદાન કર્યું હતું. મતદાન મથક પર પહોંચતા જ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ લાઈનમાં ઉભા રહીને સામાન્ય નાગરિકની જેમ જ પોતાની મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મતદાન કરવા પહોંચેલા હર્ષ સંઘવીએ ત્યાં ઉપસ્થિત મતદારો સાથે મુલાકાત કરી હતી અને વહેલી સવારથી જ મતદાન કરવા આવેલા લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે મતદાન કર્યા બાદ પોતાની આંગળી પર લાગેલી શાહી બતાવીને ગર્વ સાથે લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.

મીડિયા સાથે વાતચીત કરતા નાયબ મુખ્યમંત્રીએ વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કેજે લોકો ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ગુજરાતને બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છેતેમને રાજ્યના જાગૃત મતદારો ચોક્કસપણે જવાબ આપશે. હર્ષ સંઘવીએ સુરત સહિત સમગ્ર ગુજરાતની જનતાને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીને મજબૂત કરવા અપીલ કરી છે.