-
મતદાન કેન્દ્ર જેનિથ હાઈસ્કૂલ ખાતે મચ્યો હોબાળો
-
ભાજપના મહિલા ઉમેદવારના કોંગ્રેસ સામે આક્ષેપ
-
નિરીક્ષણ અર્થે પહોચેલા મુમતાઝ પટેલનો ઘેરાવો
-
કોંગ્રેસના સમર્થકો ધક્કામુકી કરતાં હોવાનો આક્ષેપ
-
મુમતાઝ પટેલને તીખા શાબ્દિક પ્રહારોનો સામનો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મતદાન કેન્દ્ર જેનિથ હાઈસ્કૂલ ખાતે સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા, જ્યાં મુમતાઝ પટેલની હાજરીમાં ભાજપના મહિલા ઉમેદવારે કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.
લોકશાહીના મહા પર્વ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને વહેલી સવારથી જ રાજ્યભરના મતદાન મથકો પર મતદાતાઓ દ્વારા ઉત્સાહભેર મતદાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નં. 8માં આવેલ મતદાન કેન્દ્ર જેનિથ હાઈસ્કૂલ ખાતે સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા, જ્યાં મુમતાઝ પટેલની હાજરીમાં ભાજપના મહિલા ઉમેદવાર સઈદાબીબી અબ્દુલસમદ શેખ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કરતા મતદાન મથકમાં ભારે હોબાળો મચ્યો હતો. મહિલા ઉમેદવાર સઈદાબીબી શેખએ કોંગ્રેસના સમર્થકોએ ધક્કામુકી કરી હોવાના જાહેરમાં આક્ષેપ કરતાં મામલો ગરમાયો હતો. જેથી મુમતાઝ પટેલને તીખા શાબ્દિક પ્રહારોનો સામનો કરવો પડ્યો હતો. જોકે, મતદાન મથકમાં જ ભારે હોબાળો મચતા લોકોના ટોળાં ભેગા થયા હતા.
