ભરૂચની શુક્લતીર્થ જિલ્લા પંચાયત-28 બેઠક અને તેમાં સમાવિષ્ટ 4 તાલુકા પંચાયત જેમાં તવરા, શુક્લતીર્થ, નિકોરા અને ઝનોર આ 4 તાલુકા પંચાયતની બેઠકો પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે.
શુક્લતીર્થ જિલ્લા પંચાયત-28 બેઠક પર ત્રિપાખ્યો જંગ ખેલાયો હતો. જેમાં ભાજપ કોંગ્રેસ અને આપના ઉમેદવારો મેદાને ઉતર્યા હતા, ત્યારે આ ત્રણેય પક્ષના ઉમેદવારો જુના તવરા ગામના જ હોવાથી સમગ્ર માહોલ રસપ્રદ બની ગયો હતો.
શુક્લતીર્થ જિલ્લા પંચાયત-28 બેઠક પર ભાજપના ઉમેદવાર જયરાજસિંહ નરેન્દ્રસિંહ પરમાર કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર અને આપના ઉમેદવાર ચિરાગસિંહ પ્રવીણસિંહ ગોહિલ આમ આ 3 જિલ્લા પંચાયતના ઉમેદવાર વચ્ચે સીધો જંગ ખેલાયો હતો, ત્યારે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીમાં શુક્લતીર્થ જિલ્લા પંચાયત-28 બેઠકના ભાજપના ઉમેદવાર જયરાજસિંહ નરેન્દ્રસિંહ પરમારનો 4,260 મતથી ભવ્ય વિજય થયો છે, ત્યારે તેઓના સમર્થકો દ્વારા વિજય સરઘસ કાઢી ઠેર ઠેર સન્માન પણ કરાયું હતું.
