-
ગુજરાત ગૌરવ દિવસની ઉજવવાનો થનગનાટ
-
સુરતના રાજમાર્ગો પર રેલાશે શૌર્યની સરવાણી
-
Y જંકશન ખાતે પરેડનું આખરી રિહર્સલ સંપન્ન
-
શાનદાર પરેડ અને આકર્ષક ટેબ્લો
-
માર્ગ પર ગુંજશે જય જય ગરવી ગુજરાતનો નાદ
આગામી 1 લી મે એટલે કે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ. આ વર્ષે ડાયમંડ સિટી સુરત આ ગૌરવવંતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી માટે સજ્જ બન્યું છે. આ ભવ્ય ઉત્સવમાં શૌર્ય અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળશે.
સુરતના Y જંકશન ખાતે આજે વહેલી સવારથી જ માહોલ દેશભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો. 1 લી મેના રોજ યોજાનારી ભવ્ય પોલીસ પરેડ અને ટેબ્લો પ્રદર્શનનું આજે આખરી રિહર્સલ કરવામાં આવ્યું હતું. પોલીસની વિવિધ પ્લાટુન્સના શિસ્તબદ્ધ કદમતાલ અને આકર્ષક ટેબ્લોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યુ હતું.
શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સુરક્ષા વ્યવસ્થાથી લઈને મહેમાનોના સ્વાગત સુધીની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 1 લી મેના રોજ જ્યારે સાંજે 5:૦૦ વાગ્યે જ્યારે Y જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી આ ભવ્ય પરેડ નીકળશે, ત્યારે સુરતના રાજમાર્ગો પર ગુજરાતની અસ્મિતા અને શૌર્યના દર્શન થશે.
