-
સુરેન્દ્રનગર પોલીસની કાર્યવાહી
-
વ્યાજખોરો સામે તવાઈ
-
દંપત્તીને અપાવ્યો ન્યાય
-
રૂ.51 લાખના દાગીના પરત અપાવ્યા
-
પોલીસનો માન્યો આભાર
સુરેન્દ્રનગર: વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી, દંપત્તીને અપાવ્યો ન્યાય
સુરેન્દ્રનગર શહેરમાં ઊંચા વ્યાજે નાણા આપતા અને દાગીના ગીરવે રાખીને ગેરકાયદેસર રીતે લોકોનો શોષણ કરતા ઈસમો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ગુજરાત | સમાચાર
સુરેન્દ્રનગર શહેરમાં ઊંચા વ્યાજે નાણા આપતા અને દાગીના ગીરવે રાખીને ગેરકાયદેસર રીતે લોકોનો શોષણ કરતા ઈસમો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.આ કાર્યવાહી એસ.પી.પ્રેમસુખ ડેલુંના.માર્ગદર્શનમાં હેઠળ દ્વારા કરવામાં આવી હતી. એક અરજદાર દંપતીએ આશરે ૩૫ તોલા સોનાના દાગીના ગીરવે રાખીને નાણા લીધા હતા. દંપતીએ મૂળ રકમ પરત આપ્યા છતાં આરોપીઓ દ્વારા વધુ રકમની માંગણી કરવામાં આવતી હતી, જેને લઈને દંપતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીઓ પાસેથી અંદાજે ₹૫૧ લાખના સોનાના દાગીના પરત અપાવ્યા હતા.પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે અરજદાર દંપતીએ સંતોષ વ્યક્ત કરીને પોલીસનો આભાર માન્યો હતો.આ બનાવથી સ્પષ્ટ થાય છે કે ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણા આપતા ઈસમો સામે પોલીસ હવે સખત વલણ અપનાવી રહી છે અને નાગરિકોને પણ આવી ઘટનાઓમાં આગળ આવીને ફરિયાદ કરવાની અપીલ કરવામાં આવે છે.
