ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો બની રહ્યો છે, કારણ કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, સાયન્સ અને ગુજકેટના પરિણામો આજે સવારે 10 વાગ્યે જાહેર થવાના છે. રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓ આતુરતાપૂર્વક પોતાના પરિણામની રાહ જોઈ રહ્યા છે, જે તેમના ભવિષ્યના શિક્ષણ અને કારકિર્દી માટે મહત્વપૂર્ણ સાબિત થવાનું છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સ મળી કુલ 6.20 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે ગુજકેટ માટે 1.32 લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં સામાન્ય પ્રવાહના અંદાજે 5.01 લાખ અને સાયન્સના લગભગ 1.19 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.