ભરૂચમાં ધોરણ 12નું પરિણામ જાહેર

વિટીસી ગર્લ્સ હાઈસ્કૂલનું ઉત્કૃષ્ટ પરિણામ

ટ્યુશન કલાસીસ વગર સારો દેખાવ કર્યો

શાળાએ 100 ટકા પરિણામ મેળવ્યુ

શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવાયા

ભરૂચમાં ટ્યુશન ક્લાસિસ વગર ભરૂચની VCT Girls Higher Secondary Schoolની વિદ્યાર્થિનીઓએ ધોરણ 12ના પરિણામોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં ટ્યુશન ક્લાસિસ વગર ભરૂચની VCT Girls Higher Secondary Schoolની વિદ્યાર્થિનીઓએ ધોરણ 12ના પરિણામોમાં શાનદાર પ્રદર્શન કરી ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. શૈક્ષણિક વર્ષ 2025–26માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામોમાં શાળાએ ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે.વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમનું પરિણામ 91.07% અને અંગ્રેજી માધ્યમનું 88.87% રહ્યું છે. કુલ 65માંથી 59 વિદ્યાર્થિનીઓ સફળ રહી છે, જેમાં A1 ગ્રેડમાં 1 અને A2 ગ્રેડમાં 10 વિદ્યાર્થિનીઓ સ્થાન મેળવ્યું છે. ખાસ કરીને કમ્પ્યુટર વિષયમાં 3 વિદ્યાર્થિનીઓએ 100માંથી 100 ગુણ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.સામાન્ય પ્રવાહમાં તો શાળાએ 100% પરિણામ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ ભવ્ય સફળતા પાછળ વિદ્યાર્થિનીઓની મહેનત, શિક્ષકમંડળનું માર્ગદર્શન અને શાળા સંચાલનનો સહકાર મહત્વપૂર્ણ સાબિત થયો છે. શાળા પરિવાર દ્વારા તમામ સફળ વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.