ભરૂચ જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો હતો. તાપમાન સતત ઊંચું રહેતા લોકો પરેશાન થઈ ગયા હતા.

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીના કારણે દૈનિક જીવન અને ખેતીના કામ પર અસર પડી રહી હતી.આવા સમયમાં અચાનક જ હવામાનમાં પલટો આવ્યો અને ભરૂચ તાલુકાના નબીપુર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. આ વરસાદે ગરમીમાંથી તાત્કાલિક રાહત આપી છે. પવન સાથે આવેલા વરસાદના ઝાપટાંએ વાતાવરણમાં ઠંડક પ્રસરી દીધી છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.હવામાન વિભાગના અનુમાન મુજબ આવનારા દિવસોમાં પણ આવા બદલાતા હવામાનની શક્યતા રહેલી છે.