અંકલેશ્વરના જીતાલી ગામની સારથી રેસીડેન્સીમાં રહેતો સતીશ રાજપુત પોતાના ઘર આગળ મુકેલ વાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 69 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 89 હજારથી વધુનો દારૂ અને 1.50 લાખની વાન મળી કુલ 2.44 લાખથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર સતીશ રાજપૂતને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર: જીતાલી ગામની સારથી રેસિડેન્સીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ, રૂ.2.44 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે 89 હજારથી વધુનો દારૂ અને 1.50 લાખની વાન મળી કુલ 2.44 લાખથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર સતીશ રાજપૂતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી...। ગુજરાત | ભરૂચ | સમાચાર
