ભરૂચ: કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ અભિયાનના અમલીકરણ અંગે બેઠક યોજાય
સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૬ના ભરુચ જિલ્લામાં અમલીકરણ અને તેના શરૂ થયેલા કામો અંગેની બેઠક કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાઈ ગુજરાત | ભરૂચ | સમાચાર
સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૬ના ભરુચ જિલ્લામાં અમલીકરણ અને તેના શરૂ થયેલા કામો અંગેની બેઠક જિલ્લા આયોજન ભવન ખાતે કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં એન.જી.ઓ.અને સીએઆરના સહયોગથી આગામી ચોમાસાને ધ્યાને રાખીને જળ સંગ્રહના કામોને વેગ આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે વિવિધ કચેરીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા આયોજન અને અત્યાર સુધી થયેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર નોંધપાત્ર રીતે ઊંડા ગયા છે, ત્યાં વિશેષ ધ્યાન આપીને રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો વધુમાં વધુ થાય તે માટે તળાવો, ચેકડેમો અને જળાશયોમાં જમા થયેલ કાંપ દૂર કરી તેની સંગ્રહ ક્ષમતા વધારવુ તેમજ નગરપાલિકા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પાણી ભરવામાં પ્રશ્નો છે ત્યાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટ્સ પર ભાર મૂક્યો હતો.
