આલી વિસ્તારમાં એશિયાના કોમ્પલેક્ષની ગેલેરી તૂટી

ત્રીજા માળનો એક તરફનો ભાગ તૂટતા નાસભાગ મચી

ગેલેરીનો ભાગ તૂટતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો  

કોમ્પલેક્ષ નીચે પાર્ક કરેલ ત્રણ રિક્ષાઓને થયુ નુકસાન

સદનસીબે કોઈ જાનહાની ન પહોંચતા રાહત 

ભરૂચ શહેરના આલી વિસ્તારમાં આવેલ એશિયાના કોમ્પલેક્ષની એક તરફની ગેલેરી અચાનક તૂટી પડતા નાસભાગ મચી ગઈ હતી,અને બે રિક્ષાને નુકસાન થયું હતું.

ભરૂચ શહેરના આલી વિસ્તારમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામે આવેલ આશિયાના કોમ્પલેક્ષ પાસે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી.કોમ્પલેક્ષની ત્રીજા માળની એક તરફની ગેલેરી અચાનક તૂટતા નાસભાગ મચી ગઈ હતી,જેના કારણે ગેલેરીની નીચે પાર્ક કરેલી બે રિક્ષાઓ નુકસાન થવા પામ્યું હતું.ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો,જોકે સદનસીબે કોઈ જાનહાની ન પહોંચતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.