-
અંકલેશ્વરમાં કરાયુ આયોજન
-
જીઆઇડીસીના કમલમ ગાર્ડનમાં આયોજન
-
જુનિયર ખેલોત્સવ યોજાયો
-
બાળકોએ લીધો ઉત્સાહભેર ભાવ
-
આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર નોટીફાઈ એરીયા અને ઉદ્યોગ મંડળ દ્વારા જુનિયર ખેલોત્સવ 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ઓથોરિટી તથા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ “જૂનિયર ખેલોત્સવ 2026”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ખેલોત્સવનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં રમતગમત પ્રત્યે રસ વધારવો, ખેલદિલીનો ભાવ વિકસાવવો અને સામાજિક એકતાને મજબૂત બનાવવાનો છે.જીઆઈડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે ખેલોત્સવ યોજાયો હતો જેમાં 5 થી 15 વર્ષના બાળકોએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.ખેલોત્સવને લાયન્સ ક્લબ, જેસીઆઈ અને રોટરી ક્લબ સહિતની સંસ્થાઓનો સહયોગ સાંપડ્યો હતો.
Play Together, Grow Together, Win Together ના સૂત્ર સાથે બાળકોમાં રમતગમત, મિત્રતા અને ટીમ સ્પિરિટનો વિકાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે નોટીફાઇડ એરિયા ઓથો.ના ચીફ ઓફિસર ચિંતન પટેલ, પ્રોજેકટ ચેરમેન યોગેશ પટેલ સહિતના હોદ્દેદારો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા
