• ભરૂચ નગરપાલિકાની કાર્યવાહી

  • જર્જરીત ઇમારતોને નોટીસ

  • 40 મિલકતોના માલિકોને પાઠવાય નોટીસ

  • ઇમારતો ઉતારી લેવા સૂચના

  • ખુદ નગરપાલિકાની કચેરી જ જર્જરિત

ભરૂચ શહેરમાં ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા 27થી વધુ કાંસોની સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. સાથે શહેરની આશરે 40 જેટલી જર્જરીત અને જોખમી મિલકતોના માલિકોને નોટિસ ફટકારી ઇમારતો ઉતારવા અથવા રીપેરીંગ કરવા સૂચના આપવામાં આવી છે.
ગત વર્ષે પાલિકાએ 9 જેટલી જોખમી મિલકતો ઉતારી પાડી હતી. જોકે સૌથી ચોકાવનારી બાબત એ છે કે ભરૂચ પાલિકાની પોતાની બિલ્ડીંગ જ જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે.ઠેરઠેર પોપડા પડી રહ્યા હોવાથી અરજદારો અને કર્મચારીઓ જીવના જોખમે કામ કરતા હોવાની સ્થિતિ સર્જાઈ છે.પાલિકાના બિલ્ડીંગને પણ તાત્કાલિક રીપેરીંગની જરૂર હોવાનું સામે આવ્યું છે. હવે જોવું રહ્યું કે પાલિકા પોતાની બિલ્ડીંગનું સમારકામ વહેલી તકે કરશે કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે.