-
ભરૂચના આમોદનો બનાવ
-
યુવનનો મળ્યો મૃતદેહ
-
હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
-
પોલીસ તપાસ શરૂ
-
લોહીલુહાણ હાલતમાં મળ્યો મૃતદેહ
ભરૂચ: આમોદમાં યુવાનનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ
ભરૂચના આમોદમાં યુવાનનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો ગુજરાત | ભરૂચ | સમાચાર
ભરૂચના આમોદ શહેરમાં મહેબૂબ મહિડા ઉર્ફે લાલા નામના યુવકની હત્યાનો બનાવ સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. નવા ડેપોની પાછળ આવેલી મોહમ્મદ શાહ પીરની દરગાહ પાસે યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ મૃતદેહ જોતા તરત જ પોલીસને જાણ કરી હતી.બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી.
પોલીસે પ્રાથમિક તપાસ દરમિયાન આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી છે તેમજ હત્યાના કારણો જાણવા માટે પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આમોદ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ખસેડ્યો હતો.પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે તેવી શક્યતા છે.હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
