• ગીરની કેસર કેરી પર વૈશ્વિક યુદ્ધનું ગ્રહણ

  • કેસર કેરીના એક્સપોર્ટ પર લાગી બ્રેક

  • ગીરની કેસર કેરી વિદેશ જતા અટકી

  • ઓર્ડર પુષ્કળ પણ કાર્ગો શિપ ગાયબ

  • હોરમુઝની ખાડી બંધ થતાં સમુદ્રી માર્ગો અટવાયા 

ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન અને ગુણવત્તા બંને પ્રમાણમાં ઘણા સારા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા, ઇઝરાઇલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે તેના નિકાસ (એક્સપોર્ટ) પર ગંભીર અસર પડી છે.

ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન અને ગુણવત્તા બંને પ્રમાણમાં ઘણા સારા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા, ઇઝરાઇલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે તેના નિકાસ (એક્સપોર્ટ) પર ગંભીર અસર પડી છે. દર વર્ષે દુનિયાના વિવિધ દેશોમાં 300 થી 500 ટન નિકાસ થતી કેસર કેરી આ વર્ષે હજુ સુધી માત્ર 100 ટન જ એક્સપોર્ટ થઈ શકી છે. 

તાલાળા મેંગો માર્કેટ દ્વારા સીઝનની શરૂઆતમાં 150 ટન કેરી વિદેશ મોકલાઈ હતી, પરંતુ યુદ્ધ શરૂ થયા બાદ હોરમુઝ અને ઓમાનની ખાડીના દરિયાઈ માર્ગો પ્રભાવિત થતાં કંડલા પોર્ટ પરથી એકપણ શિપમેન્ટ આગળ વધી શક્યું નથી. અદ્યતન હાઈજેનિક પેકિંગ પ્લાન્ટ અને વિદેશોમાંથી પુષ્કળ ઓર્ડર હોવા છતાં, દિવસો સુધી કાર્ગો શિપ ન મળવાને કારણે અને હવાઈ માર્ગનું ભાડું ખૂબ જ ઊંચું હોવાથી નિકાસ ઠપ્પ જેવી થઈ ગઈ છે.

આ વૈશ્વિક તણાવને કારણે ગીરના ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે, કારણ કે વિદેશમાં જે ભાવ 3 કિલોના બોક્સના મળતા હતા, તે હવે સ્થાનિક બજારમાં 10 કિલો વેચવા છતાં પણ મળી રહ્યા નથી. હાલ ખેડૂતો અને વેપારીઓ ઈરાન મડાગાંઠ વહેલી તકે ઉકેલાય અને કાર્ગો વ્યવસ્થાઓ પુનઃ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે.