-
અંકલેશ્વરમાં હાથ ધરાય કામગીરી
-
નગરપાલિકા દ્વારા કામગીરી
-
પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઇ
-
વરસાદી પાણીના નિકાલની કાંસની સાફ સફાઈ
-
પ્રમુખ સહિત હોદ્દેદારોએ કર્યું નિરીક્ષણ
અંકલેશ્વર:નગર પાલિકા દ્વારા વરસાદી કાંસની સાફ સફાઈ સાથે પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાના આગમન પૂર્વે શહેર વિસ્તારમાં ચાલતી વરસાદી કાંસની સાફ સફાઈ અને પ્રિ-મોન્સૂન કામગીરીનું નવનિયુકત પાલિકા પ્રમુખ ,અને કારોબારી અધ્યક્ષે નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા ભરૂચ | સમાચાર
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાના આગમન પૂર્વે શહેર વિસ્તારમાં ચાલતી વરસાદી કાંસની સાફ સફાઈ અને પ્રિ-મોન્સૂન કામગીરીનું નવનિયુકત પાલિકા પ્રમુખ ,અને કારોબારી અધ્યક્ષે નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસામાં શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય અને સરળતાપૂર્વક નિકાલ થાય તે માટે પ્રિ મોન્સૂન કામગીરી શરૂ કરાઈ હતી.પાલિકા દ્વારા બે વિભાગ માં પ્રિ મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી છે.જેમાં શહેરની આંતરિક ગટર લાઈન અને ચેમ્બરને મેન્યુઅલ સફાઈની શરૂઆત કરવામાં આવી છે.જેમાં વરસાદી કાંસોની સાફ-સફાઈ સાથે શહેરમાં વિવિધ વિસ્તારો માં વરસાદી પાણીના નિકાલની મુખ્ય કાંસ ની સફાઇ ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જીગ્નેશ અંદાડિયાં ,કારોબારી અધ્યક્ષ રાહુલ વામજાએ વિવિધ વિસ્તારમાં ચાલતી વરસાદી કાંસની સાફ સફાઈ અને પ્રિમોન્સુન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા.
