• ગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખે કાર્યભાર સંભાળ્યો

  • નવનિયુક્ત પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ વસાવાની નિયુક્તિ

  • નગરપાલિકાના ઉપપ્રમુખ પદે રચિતા મોદીની નિયુક્તિ

  • વિકાસ કાર્યોને વેગ-જનહિત પ્રશ્નોને અપાશે પ્રાથમિકતા

  • મોટી સંખ્યામાં આગેવાનો અને શુભેચ્છાકોની ઉપથિતિ

ભરૂચ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ વસાવા અને ઉપપ્રમુખ તરીકે રચિતા મોદીએ આજરોજ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. નવા હોદ્દેદારોએ શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા અને જનહિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ભરૂચ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ વસાવાએ આજરોજ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. આ સાથે જ ઉપપ્રમુખ તરીકે રચિતા મોદીએ પણ પોતાની જવાબદારી ગ્રહણ કરી હતી. આ પ્રસંગે નગરપાલિકા ખાતે શુભેચ્છાઓનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોહોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવા હોદ્દેદારોએ શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા અને જનહિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.