-
અંકલેશ્વર જીઆઇડીસીનો બનાવ
-
કામદારનું નિપજ્યું મોત
-
સિગ્મા રોટલાઈનીંગ કંપનીનો બનાવ
-
હાઇડ્રોલીક પરથી નીચે પટકાતા મોત નિપજ્યું
-
જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કંપનીમાં કામ દરમિયાન અકસ્માત સર્જાતા એક કામદારનું મોત નિપજ્યું હતું.મળતી માહિતી અનુસાર, ખ્વાજા ચોકડી નજીક આવેલી સિગ્મા રોટલાઈનીંગ કંપનીમાં 36 વર્ષીય દિનેશ પ્રજાપતિ હાઈડ્રોલીકનો કેબલ રીપેર કરવાની કામગીરી કરી રહ્યા હતા.
તે દરમિયાન અચાનક સીડી પરથી નીચે પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટના બાદ સહકર્મચારીઓ દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.મૃતક દિનેશ પ્રજાપતિ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી હતા અને હાલ જનતા નગર ગડખોલ ખાતે પરિવાર સાથે રહેતા હતા. બનાવ અંગે જીઆઇડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
