ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ કરાઈ છે. સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશનથી દેશની આંતરિક સુરક્ષાને પ્રભાવિત કરવાના મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આતંકીઓ ગુજરાતમાં JeMનું નેટવર્ક મજબૂત કરી યુવાનોને ગેરમાર્ગે દોરવા સક્રિય હતા.
દેશની આંતરિક સુરક્ષાને પ્રભાવિત કરવાના એક મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATSની ટીમે ઓપરેશન હાથ ધરીને ગુજરાત અને મધ્ય પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા 8 આતંકીઓની ધરપકડ કરી છે. આ ઓપરેશનને પગલે બંને રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.
ગુજરાત ATS ધરપકડ કરેલા આતંકીઓના નામ :
અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા ઉ.વ.19 (રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા)
ઈબ્રાહીમ મોહમ્મદ હુસેન ઘાઘા ઉ.વ.30 (રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા)
મુદસ્સીર અબ્દુલ્લા ગાજીવાલા ઉ.વ.22 (રહે. ભાગળ, પાલનપુર, બનાસકાંઠા)
ઝકરિયા દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા ઉ.વ.21 (રહે. ખાડિયાસણી, સિદ્ધપુર, પાટણ)
મુફ્તી ફૌજાન ઈસ્માઈલ દાઉવા ઉ.વ.40 (રહે. ખાડિયાસણી, સિદ્ધપુર, પાટણ)
મોહમ્મદ અમીન શેરા ઉ.વ. 21 (રહે. ખાડિયાસણી, સિદ્ધપુર, પાટણ)
મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવદી ઉ.વ.22 (રહે. અંભેટા, ચીખલી, નવસારી)
બિલાલ દુરાની મોહમ્મદ અમ્મર ઘાઘા ઉ.વ.18 (રહે. વારસી નગર, દેવાસ, મધ્ય પ્રદેશ)
