હાંસોટના ઇલાવ ગામે કરાયો પ્રારંભ

આર.કે.વકીલ શાળા દ્વારા પ્રારંભ

સ્કૂલ બસ સેવાનો પ્રારંભ કરાયો

7 ગામના વિદ્યાર્થીઓને થશે લાભ

મંડળના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલીત આર.કે.વકીલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે સ્કૂલ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર. કે. વકીલ હાઇસ્કૂલ દ્વારા હાંસોટ તાલુકામાં સૌપ્રથમ વખત શાળા બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.વિદ્યાર્થનીઓના હસ્તે પૂજન તેમજ મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.સરકારની બસ સહાય યોજનાના લાભથી આ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેના પરિણામે 70થી વધુ વિદ્યાર્થીઓને શાળાએ આવવા-જવાની સુરક્ષિત, સરળ અને નિયમિત વ્યવસ્થા ઉપલબ્ધ બની છે. ઇલાવની આસપાસ આવેલા સાહોલ,આસરમા,ઓભા, બાલોતા, ધમરાડ અને બોલાવ સહિત 7 ગામના વિદ્યાર્થીઓને આ બસ સેવાનો લાભ વિના મૂલ્યે મળી રહેશે.શાળા સંચાલકોના જણાવ્યા મુજબ બસ સેવાના પ્રારંભથી દૂરના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને વિશેષ લાભ મળશે. સાથે જ વાલીઓમાં પણ બાળકોના સલામત પરિવહન અંગે વિશ્વાસ અને સંતોષની લાગણી મજબૂત બનશે.બસ સેવાના પ્રારંભ પ્રસંગે મંડળના પ્રમુખ તુષાર પટેલ, સેક્રેટરી  ભગવતી પટેલ, ખજાનચી  હિમાંશુ પટેલ, મંડળના સલાહકાર  રાજેન્દ્ર કઠવાડીયા, તાલુકા પંચાયત સભ્ય નટવર પરમાર, આચાર્ય ધર્મેશ જોશી તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.