રાધનપુર માર્કેટયાર્ડને મળી મોટી ભેટ

કરોડોના વિકાસકામોનું કરાયું લોકાર્પણ

કૃષિ અને બેંકિંગ ક્ષેત્રે નવતર પહેલ

ટૂંક સમયમાં ગોબર પ્લાન્ટ શરૂ થવાની આશા

વિધાનસભા અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી રહ્યા ઉપસ્થિત

પાટણ જિલ્લાના રાધનપુર માર્કેટયાર્ડ ખાતે ખેડૂત આરામ ગૃહ અને ઓપન ઓપ્શન શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. 

સરહદી વિસ્તાર એવા રાધનપુર માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતોની સુવિધા માટે કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તે માટે રૂપિયા 1.25 કરોડના ખર્ચે ઓફિસ બિલ્ડીંગ, રૂપિયા 7.91 લાખના ખર્ચે ખેડૂત આરામ ગૃહ અને ખેડૂતોનો પાક પલળે નહીં તે માટે રૂપિયા 1.62 લાખના ખર્ચે ઓપ્શન શેડ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, બેન્કિંગ વ્યવહારો માટે ખેડૂતોને બહાર ન જવું પડે તે હેતુથી યાર્ડની અંદર જ બનાસ બેંકની નવીન શાખાનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યોનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ ખેડૂત લાભાર્થીઓને સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં હાજર રહેલા ખેડૂતો અને વેપારીઓએ નવીન સુવિધાઓ અને શેડ મળતા ભારે ખુશી વ્યક્ત કરી હતી.