પાવાગઢમાં યાત્રાળુઓની સુરક્ષા માટે મોટું પગલું

માચીથી ડુંગર જવાના માર્ગ પર તંત્ર એક્શનમાં

નડતરરૂપ 17 જોખમી દબાણો અને પથ્થરો હટાવાયા

પવિત્ર યાત્રાધામ પાવાગઢ સુરક્ષિત બનશે

દબાણો સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહીના સંકેત

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે ભક્તોની સલામતીને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત અને સ્થાનિક લોકો દ્વારા એક વિશેષ સલામતી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે ભક્તોની સલામતીને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત અને સ્થાનિક લોકો દ્વારા એક વિશેષ સલામતી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત માચીથી ડુંગર તરફ જવાના માર્ગ પર આવેલા તમામ જોખમી સ્થળોની બારીકાઈથી તપાસ કરવામાં આવી અને જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સુરક્ષાના ભાગરૂપે માચીથી પાટીયા પુલ અને તારાપુર દરવાજા સુધીના માર્ગ પર નડતરરૂપ બનતા 17 જેટલા જોખમી દબાણોને તાત્કાલિક અસરથી હટાવી દેવાયા છે. એટલું જ નહીં, ચોમાસા કે અન્ય ઋતુમાં ભય પેદા કરે તેવા મોટા અને જોખમી પથ્થરોને પણ રસ્તામાંથી દૂર કરવામાં આવ્યા હતા.