ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

આંબેડકર ભવન ખાતે આયોજન

શિક્ષણ સામગ્રીનું કરાયુ વિતરણ

જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓએ લીધો લાભ

ભરૂચના આંબેડકર હોલ ખાતે બામસેફ–ઈન્સાફ તથા ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શિક્ષણની પરબ કાર્યક્રમ યોજાયો હતો.

બામસેફ–ઈન્સાફ તથા ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી “શિક્ષણની પરબ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમ માટે નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ, ફિલાટેક્ષ ઈન્ડિયા લિમિટેડ, અનિલભાઈ વસાવા તથા રમણભાઈ પરમાર દ્વારા શિક્ષણ સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને બામસેફ ભરૂચ જિલ્લા પ્રમુખ સુષ્માબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનો તરીકે નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિ, નારાયણ વિદ્યાલયના ડૉ. બી. જી. પ્રજાપતિ, ફિલાટેક્ષ ઈન્ડિયા લિમિટેડના રાજેશકુમાર શર્મા,ઈન્સાફ ગુજરાતના પ્રમુખ જીવરાજ મકવાણા, મહાસચિવ વિનયભાઈ સોલંકી, ઈન્સાફ ભરૂચના પ્રમુખ અશોક મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.