નાલ્સા દ્વારા આદેશીત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ શનિવારે ભરૂચ જિલ્લા ન્યાયાલયોમાં 2026 ની બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી.ભરૂચ જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં જુદા જુદા પ્રકારના 6191 પેન્ડિંગ કેસો, પ્રિલિટીગેશનના 887 કેસો તેમજ ટ્રાફીક ઇ ચલણના 13471 કેસો મુકવામાં આવ્યા હતા. કુલે 20549 કેસોનો કાયમી નિકાલ સાથે ₹22 કરોડ 33 લાખનું સમધાન થયું હતું.
છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી પડતર 3 કેસનો પણ સમાધાનથી નિકાલ થયો હતો.લોક અદાલતને સફળ બનાવનાર તમામ ન્યાયાધિશ, કર્મચારીઓ, વકીલો, પેરા લિગલ વોલેન્ટીયર્સ તેમજ પક્ષકરોનો જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન આર.કે. દેસાઈ, પુર્ણકાલીન સચિવ અને DLSA ટીમએ આભાર વ્યક્ત કર્યો હતો.
