સુરત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી
મહાત્મા ગાંધીજીના ફોટા સાથે બનાવી હતી રીલ
જાતીય સંદર્ભ અને બિભત્સ હાવભાવ જોડીને બનાવી હતી રીલ
લાઈક્સ અને ફોલોઅર્સની લાહ્યમાં રાષ્ટ્રીય પ્રતીકનું અનાદર
અશ્લીલ રીલ બનાવનાર મહિલા સીમરનની ધરપકડ
સુરત સાયબર ક્રાઈમ પોલીસે મહાત્મા ગાંધીજીનું અપમાન કરવા બદલ અડાજણ વિસ્તારના સુરતી આઇકોન ખાતેથી 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી 47 વર્ષીય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર સિમરન અમિત પટેલની અટકાયત કરી હતી.
સુરત સાયબર ક્રાઇમ સેલે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રીય પ્રતીકોનું અનાદર કરતી સામગ્રી પોસ્ટ કરવાના મામલે મોટી કાર્યવાહી કરી છે. અડાજણ વિસ્તારના સુરતી આઇકોન ખાતેથી ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી 47 વર્ષીય આરોપી મહિલા સિમરન અમિત પટેલની અટકાયત કરવામાં આવી છે. આરોપ છે કે મહિલાએ રૂપિયા 500ની ચલણી નોટ પર રહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ફોટા સાથે છેડછાડ કરી, જાતીય સંદર્ભ અને બિભત્સ હાવભાવ જોડીને અશ્લીલ રીલ બનાવી જાહેર પ્લેટફોર્મ પર અપલોડ કરી હતી. આ મામલે જાગૃત નાગરિકની ફરિયાદ બાદ સાયબર ક્રાઈમ પોલીસે IT એક્ટની કલમ-67 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવાની લાહ્યમાં રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન કરનારાઓ સામે આગામી સમયમાં પણ કડક પગલાં ભરવામાં આવશે.
