અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
જીઆઇડીસી તળાવની બાજુમાં આયોજન
વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો
જીઆઇડીસીની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા ઉજવણી
150 જેટલા વૃક્ષનું કરાયુ વાવેતર
અંકલેશ્વર GIDCની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પર્યાવરણના જતનના હેતુસર 150 જેટલા વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર GIDCની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, નોટિફાઇડ એરિયા ઓથોરિટી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને GIDCના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન અંકલેશ્વર GIDC તળાવની બાજુમાં 150 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જાળવણી અને હરિયાળું વાતાવરણ ઊભું કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નોટિફાઇડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ, સેક્રેટરી નિલેશ પટેલ, યોગેશ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.વૃક્ષારોપણ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન વિસ્તારમાં ભવિષ્યમાં સ્મશાન ગૃહના નિર્માણનું આયોજન હોવાની પણ માહિતી આપવામાં આવી હતી. GIDCની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે પર્યાવરણ સંરક્ષણ સાથે વિસ્તારના વિકાસને પણ પ્રાધાન્ય આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
