અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કોસંબાની પી.પી.સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાઈક સવાર આફ્રિકન યુવાનનું અજાણ્યા વાહન ચાલકની ટકકરે કરુણ મોત નીપજયું હતું

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે-48 પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર એક આફ્રિકન યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.પ્રાથમિક માહિતી મુજબ, અજાણ્યા વાહન ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો.પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. મૃતક યુવાન કોસંબા નજીક આવેલ પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.આ તરફ પોલીસે ફરાર ટ્રક ચાલકને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી છે.આ અકસ્માતને લઈને પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.