ભરૂચના ઝઘડિયાના જામોલી ગામની સીમમાં એક અજાણી વૃદ્ધ મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ જોવાતા ઝઘડિયા પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેની ટીમ સ્થળ પર પોહચી ચાલુ વરસાદમાં કાદવ કિચડ માંથી ચાલીને મૃતદેહને બહાર કાઢી લાવી પી.એમ.અર્થે અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો.વૃદ્ધના મોતના કારણોની તપાસ ઝઘડિયા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
