અંકલેશ્વર નગરપાલિકાની કાર્યવાહી
રસ્તે રખડતા ઢોર સામે અભિયાન
રખડતા ઢોર પકવાની ઝુંબેશ
વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરાય
પોલીસ બંદોબસ્ત સાથે રખાયો
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પુન: એકવાર રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.આજરોજ નગરપાલિકાની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઢોર પકડી પાંજરે પૂર્યા હતા.
અંકલેશ્વર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તાઓ પર રખડતા ઢોરના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતના જોખમને ધ્યાનમાં રાખી નગર સેવા સદન દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન સ્ટેશન રોડ, ત્રણ રસ્તા, ભરૂચી નાકા, મોદી નગર અને પ્રતિન ચોકડી સહિતના વિસ્તારોમાંથી રસ્તા પર રખડતા ઢોરને પકડી પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ઢોર માલિકો સાથે ઘર્ષણ ટળે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.પકડાયેલા તમામ ઢોરને મોદી નગર નજીક આવેલા ઢોર ડબ્બામાં ખસેડવામાં આવ્યા હતા.
નગર સેવા સદનના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા અગાઉ પણ અનેક વખત સૂચનાઓ અને ચેતવણીઓ આપવામાં આવી હતી. તેમ છતાં નિયમોનું પાલન ન કરતા ઢોર માલિકો સામે હવે કડક વલણ અપનાવવામાં આવશે. વારંવારની સૂચનાઓને અવગણનારા માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે.
