અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
ઇનર વ્હીલ ક્લબ દ્વારા આયોજન કરાયું
એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આયોજન
વિદ્યાર્થીનીઓએ લીધો ઉત્સાહભેર ભાગ
અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ઇનર વ્હીલ ક્લબ દ્વારા ગૌરી વ્રત નિમિતે ધોરણ 9થી 12ની વિદ્યાર્થીનીઓ માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઇનર વ્હીલ ક્લબ ઑફ અંકલેશ્વર દ્વારા ગૌરી વ્રત નિમિતે નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતી.
આ પ્રસંગે ઇનર વ્હીલ ક્લબ ઑફ અંકલેશ્વરના કિંજલ શાહ ,નગર માઘ્યમિક સમિતિના ચેરમેન શિલ્પાબેન સુરતી સહીત ઇનર વ્હીલ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થનીઓને ગૌરી વ્રતના ઉપવાસ માટે ફરાળી નાસ્તો, ડ્રાયફ્રૂટ્સ, ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું
