શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રેણી પહેલા ટીમ 7 ઓગસ્ટથી કોલંબોમાં ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે.

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર), સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બરાર, દેવદત્ત પડિક્કલ અને સારંશ જૈનનો સમાવેશ થાય છે.

ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત સાથે કેટલાક મુખ્ય ખેલાડીઓની સ્થિતિ અંગે અપડેટ્સ પણ જાહેર કરવામાં આવ્યા છે. સાઈ સુદર્શન અને જસપ્રીત બુમરાહની ઉપલબ્ધતા BCCI COE તરફથી ફિટનેસ ક્લિયરન્સ પર આધારિત રહેશે.

બોર્ડે જણાવ્યું હતું કે વોશિંગ્ટન સુંદર પ્રથમ ટેસ્ટમાં પસંદગી માટે ઉપલબ્ધ ન હતા. શુભમન ગિલની કેપ્ટનશીપમાં 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે જેમાં બે ખેલાડીઓની પસંદગી ફિટનેસ રિપોર્ટને આધારે કરાશે. ઋષભ પંત અને ધ્રુવ જુરેલ બે વિકેટકીપર છે.

આ ખેલાડીઓની ટેસ્ટ ટીમમાં વાપસી

ભારતે છેલ્લી ટેસ્ટ અફઘાનિસ્તાન સામે રમી હતી. તે ટીમની તુલના કરીએ તો નીતિશ રેડ્ડી, હર્ષ દુબે અને વોશિંગ્ટન સુંદર વર્તમાન ટીમનો ભાગ નથી. રવિન્દ્ર જાડેજા અને બુમરાહની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે.  વધુમાં, સારાંશ નવો ચહેરો છે. જાડેજાએ છેલ્લે ગયા વર્ષે નવેમ્બરમાં બારસાપારા સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ રમી હતી. તે લાંબા સમય પછી પાછો ફરી રહ્યો છે. તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ આ વર્ષે જાન્યુઆરીમાં રમાઈ હતી.

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બરાર, દેવદત્ત પડિક્કલ, સારંશ જૈન, જસપ્રીત બુમરાહ (ફિટનેસ ક્લિયરન્સની રાહ જોવાઈ રહી છે), સાઈ સુદર્શન (ફિટનેસ ક્લિયરન્સની રાહ જોવાઈ રહી છે).