ભરૂચ સીટી ટ્રાફિક પોલીસની કાર્યવાહી

ફલાય ઓવરબ્રિજ નીચે પાર્ક કરાતા વાહનો પર કાર્યવાહી

70થી વધુ વાહનો ડિટેઇન કરાયા

ગેરકાયદેસર રીતે કરાતું હતું પાર્કિંગ

નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે

ભરૂચમાં સીટી ટ્રાફિક પોલીસે મંગળવારની સવારથી સપાટો બોલાવ્યો છે.શહેરના શ્રવણ ચોકડી સહિત  વિવિધ ફ્લાયઓવર બ્રિજ નીચે ગેરકાયદેસર રીતે પાર્ક કરાતા વાહનોને ડિટેઇન કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા સીટી ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરના શ્રવણ ચોકડી સહિતના વિવિધ ફ્લાયઓવર્સ નીચે ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનો સામે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.આ કાર્યવાહી દરમિયાન 70થી વધુ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે તંત્ર દ્વારા ફ્લાયઓવર્સ નીચેના વિસ્તારોને અગાઉથી જ “નો પાર્કિંગ ઝોન” જાહેર કરવામાં આવ્યા છે. તેમ છતાં કેટલાક વાહનચાલકો નિયમોનો ભંગ કરી અહીં વાહનો પાર્ક કરતા હોવાથી ટ્રાફિકમાં અવરોધ અને અકસ્માતની શક્યતાઓ વધી રહી હતી.શહેરને “ટ્રાફિક સિટી” તરીકે મળી રહેલી બદનામી દૂર કરવા પોલીસ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સીટી ટ્રાફિક પોલીસે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરનારાઓ સામે આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.