અંકલેશ્વરના ભડકોદ્રા ગામનો બનાવ

ગામની સીમમાં યુવાને કર્યો આપઘાત

બિહારના યુવાને ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો

આપઘાતનું રહસ્ય અકબંધ

પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સીમમાં મૂળ બિહારના યુવાને વૃક્ષ સાથે ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની સીમમાં એક યુવાને વૃક્ષ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.મળતી માહિતી મુજબ, ભડકોદ્રાના ભાથીજી મંદિર નજીક રહેતા અને મૂળ બિહારના યુવાન અશોક શર્માએ અગમ્ય કારણોસર વૃક્ષ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.ઘટનાની જાણ થતાં જ જીઆઇડીસી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.

પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ સ્થળ પરથી જરૂરી પુરાવાઓ એકત્રિત કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. પોલીસે મૃતકના પરિવારજનો અને પરિચિતોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલ યુવાને આ અંતિમ પગલું કયા સંજોગોમાં ભર્યું તે અંગેનું રહસ્ય અકબંધ છે.પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.