નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રની પ્રસંશનીય કામગીરી

રેડ એલર્ટની સ્થિતિમાં આરોગ્ય તંત્રનું ‘ઓપરેશન સેફ ડિલિવરી’

72 કલાકમાં 101 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કર્યા

25 સગર્ભા બહેનોની સુખદ અને સફળ પ્રસુતિ કરાવવામાં આવી

સગર્ભા બહેનોના પરિવારે આરોગ્ય તંત્રનો માન્યો આભાર  

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ અને ‘રેડ એલર્ટ’ની પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા ‘ઓપરેશન સેફ ડિલિવરી’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ અને ‘રેડ એલર્ટ’ની પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા ‘ઓપરેશન સેફ ડિલિવરી’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વરસાદને લીધે અસરગ્રસ્ત થઇ શકે તેવા વિસ્તારોમાંથી આરોગ્ય ટીમો દ્વારા તારીખ 30 જુલાઈ થી 1 ઓગષ્ટ દરમિયાન 15 ઓગષ્ટ 2026 પહેલાની સંભવિત ડિલિવરી ડેટ ધરાવતી 142 સગર્ભા બહેનોની સર્વે કરીને ઓળખ કરવામાં આવી હતી.

આ પૈકી 101 જેટલી સગર્ભા બહેનોને આરોગ્ય કેન્દ્રોમાં સફળતાપૂર્વક શિફ્ટ કરવામાં આવી હતી. આ આગોતરા આયોજનના પરિણામે, શિફ્ટ કરવામાં આવેલી મહિલાઓમાંથી 25 સગર્ભા બહેનોની સુખદ અને સફળ પ્રસુતિ કરાવવામાં આવી છે. નાની રાવલના સગર્ભા નયનાબેન તડવીના પરિવારજનોએ આરોગ્ય તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.