અમેરિકાના ઇડાહો રાજ્યના ટ્વિન ફોલ્સમાં શનિવારે એક વ્યસ્ત શોપિંગ વિસ્તારમાં ગોળીબારની ઘટના બની. હુમલાખોરે કોમર્શિયલ વિસ્તારમાં લોકો પર ગોળીબાર કર્યો, જેના કારણે અનેક લોકોના મોત થયા હોવાની આશંકા છે.
અમેરિકામાં શનિવારે બપોરે ઇડાહોના ટ્વીન ફોલ્સમાં એક શોપિંગ વિસ્તારમાં એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ ભયાનક ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને હુમલાખોરને ઠાર માર્યો
મીડિયા સાથે વાત કરતા સ્થાનિક શહેરના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શનિવારે સ્થાનિક સમય મુજબ બપોરે 2:30 વાગ્યાની આસપાસ બની હતી. હુમલાખોરે એક લોકપ્રિય ઇન-એન-આઉટ બર્ગર રેસ્ટોરન્ટ નજીક શોપિંગ વિસ્તારમાં અચાનક ગોળીબાર કર્યો, જેના કારણે લોકો ગભરાટમાં આવી ગયા અને જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા.
ઘટનાના સમાચાર મળતાં પોલીસે તાત્કાલિક વિસ્તારને ઘેરી લીધો. હુમલાખોરને શરણાગતિ સ્વીકારવાનું કહેવામાં આવ્યું, પરંતુ તેણે ગોળીબાર ચાલુ રાખ્યો. ત્યારબાદ પોલીસના જવાબી કાર્યવાહીમાં હુમલાખોરને ગોળી મારીને ઠાર કરવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં એક વ્યક્તિ બર્ગર રેસ્ટોરન્ટની સામે એક અત્યાધુનિક એઆર-સ્ટાઇલની રાઇફલ લહેરાવીને ઉભો છે. બીજા એક વીડિયોમાં તે જ વ્યક્તિ પાર્કિંગમાં ગોળીબાર કરતો જોવા મળે છે. ઘટના પછી તરત જ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો અને લોકો પોતાના જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા.
ઘટનાના સમાચાર મળતા જ ટ્વીન ફોલ્સ પોલીસ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી. લગભગ એક કલાકની અંદર, અધિકારીઓએ જાહેરાત કરી કે હુમલાખોર હવે કોઈ ખતરો નથી. ટ્વીન ફોલ્સ પોલીસે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “શંકાસ્પદ બંદૂકધારી ઘટનાસ્થળની નજીક હતો અને તેને ગોળી મારી દેવામાં આવી છે.”
