દાહોદ શહેરના ગોધરા રોડ પર આવેલ હજારીયા ફળીયામાંથી SOG પોલીસે 3 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ SOG પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે દાહોદ શહેરના ગોધરા રોડ હજારીયા ફળીયામાંથી ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે દરોડો પાડીને 3 કિલો 550 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલની કુલ કિંમત 1 લાખ 79 હજાર 500 રૂપિયા જેટલી થાય છે. સમગ્ર મામલે પોલીસે દિનેશ મંડોડીયા નામના આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે ઘટના સ્થળે FSLને બોલાવી નશીલા પદાર્થનું પરીક્ષણ કર્યું હતું, ત્યારે હાલ તો આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવાધનને નશાની લતથી બચાવવા પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.