અંકલેશ્વર GIDC ની સૂર્યદીપ સોસાયટીમાં રહેતા અતુલ બાંભરોલીયા ડાયસ્ટાર કંપનીમાં સિનિયર ઓફિસર છે. તેઓની કંપનીમાં જ નોકરી કરતા કોસમડીના ભાવિન ભરત ત્રિવેદીએ વર્ષ 2024 માં રોકાણની સ્કીમ રજૂ કરી હતી. ઠગ સહકર્મી તેની પત્ની અંકિતા સાથે ગ્રીન માઈન્ડ કન્સલ્ટ, ભાવના જેનિટી અને ડેરી ફાર્મ ચલાવતો હોવાનું કહ્યું હતું. જેમાં ઓફિસરને વિશ્વાસમાં લઇ પ્રથમ 10 લાખની લોન તેના નામે લઈ 50 ટકા ઓફિસરને રકમ આપી બાકીના પોતે રોકી હપ્તા પણ ભરી દીધા હતા. ઓફીસરનો વિશ્વાસ કેળવી લીધા બાદ ડેરીમાં ભાગીદાર અને તમામ હપ્તા જાતે જ ભરવાનું કહી અલગ અલગ બેન્કમાંથી બીજી વખત ₹56.33 લાખની લોન  લીધી હતી. જે ઠગ દંપતીએ પોતાના જ એકાઉન્ટમાં રાખી ઓફિસરનું ક્રેડિટ કાર્ડનું પણ કરી નાખ્યું હતું. અંતે લોનના હપ્તા નહિ ભરતા કે રકમ પરત નહિ આપતા રૂપિયા 56.41 લાખની ઠગાઈ અંગે GIDC પોલીસ મથકે ઠગ દંપતી સામે ફરિયાદ નોંધવાઈ હતી.