જંબુસરવાસીઓ માટે નવી બસ સેવાની શરૂઆત

જંબુસર-અંબાજી એક્સપ્રેસ બસનું લોકાર્પણ

ધારાસભ્યના હસ્તે બસનું પ્રસ્થાન કરાયું

અસ્તિ બસ સેવા શરૂ થતા સ્થાનિકોમાં ખુશી

ધારાસભ્યે રાજ્ય સરકારનો માન્યો આભાર 

ભરૂચ જિલ્લાના જંબુસર એસ.ટી. ડેપો ખાતેથી યાત્રાધામ અંબાજી જવા માટે નવી ‘જંબુસર-અંબાજી’ એક્સપ્રેસ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના જંબુસરવાસીઓ માટે યાત્રાધામ અંબાજી ખાતે દર્શન અર્થે જવા માટેની સુવિધામાં વધારો થયો છે. જંબુસર એસટી બસ ડેપો ખાતેથી જંબુસર-અંબાજી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જંબુસર ભાજપના હોદ્દેદારો અને જંબુસર નગરપાલિકાના પ્રમુખ,સ્થાનિક આગેવાનો અને ડેપોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.