ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે બિરસા મુંડા યુવા સંગઠન સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના અવસરે યુનિટી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. રક્તદાન જેવા મહાદાન દ્વારા અનેક જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળી શકે તેવા ઉમદા હેતુ સાથે આયોજિત આ કેમ્પને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

આયોજકોએ રક્તદાન કરનાર તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરી સમાજમાં વધુને વધુ લોકો રક્તદાન માટે આગળ આવે તેવી અપીલ કરી હતી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને સેવા અને માનવતાના કાર્ય સાથે જોડતા આ કાર્યક્રમને ઉપસ્થિત લોકોએ પણ બિરદાવ્યો હતો.