ભરૂચ કોર્ટ સંકુલમાં ઉજવણી
ફટાકડા ફોડી ઉજવણી કરાય
હાઇકોર્ટ દ્વારા નવા નિયમો પરત ખેંચાયા
વકીલો દ્વારા અગાઉ નોંધવાયો હતો વિરોધ
હાઇકોર્ટના નિર્ણયને આવકાર્યો
ગુજરાત હાઇકોર્ટના નવા નિયમો સામે વકીલોના વિરોધ વચ્ચે હાઇકોર્ટે નિર્ણય પાછો ખેંચતા ભરૂચમાં વકીલોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા લાગુ કરવામાં આવેલા નવા નિયમો સામે રાજ્યભરમાં વકીલોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો હતો. ભરૂચમાં પણ વકીલોએ કોર્ટ કામગીરીથી અલિપ્ત રહી અને પરિપત્રની હોળી કરી આ નવા નિયમો પાછા લેવાની માંગ કરી હતી. વકીલોના ઉગ્ર વિરોધને ધ્યાને રાખીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે.
હાઇકોર્ટે નિર્ણય પાછો ખેંચતા જ ભરૂચ કોર્ટ સંકુલમાં વકીલોમાં ખુશીની લહેર ફરી વળી હતી અને તેમણે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. હાઇકોર્ટ દ્વારા નિર્ણય પાછો ખેંચાતા જ અંકલેશ્વર વકીલ મંડળના સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.વકીલોએ હાઇકોર્ટના આ નિર્ણયને આવકારી કોર્ટ સંકુલ બહાર ફટાકડા ફોડી એકબીજાને મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી.
