શિવા ઝાલા ગેંગનો રીઢો ગુનેગાર ઝડપાયો

એસઓજીએ દેશી રિવોલ્વર સાથે દબોચ્યો

જૂની અદાવતમાં હુમલાના ડરે ખરીદી હતી રિવોલ્વર

બકરામંડી રોડ પરથી શાહરૂખ ઉર્ફે સેવનની ધરપકડ

મર્ડર, હાફ મર્ડર,પાસાના ગુનાઓને આપ્યો હતો અંજામ

સુરત એસઓજીની ટીમે શિવા ઝાલા ગેંગના સાગરીત અને રીઢા ગુનેગાર શાહરૂખ ઉર્ફે સેવનને ગેરકાયદેસર રિવોલ્વર સાથે દબોચી લીધો હતો.

સુરત એસઓજીની ટીમે શિવા ઝાલા ગેંગના સાગરીત અને રીઢા ગુનેગાર શાહરૂખ ઉર્ફે સેવનને ગેરકાયદેસર રિવોલ્વર સાથે કબ્જે કર્યો છે. પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે બકરામંડી રોડ પરથી આરોપી પાસેથી 15000 રૂપિયાની કિંમતની દેશી રિવોલ્વર જપ્ત કરવામાં આવી છે. આ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી શાહરૂખ અગાઉ મર્ડર, હાફ મર્ડર અને પાસા જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે જૂની અદાવતમાં હુમલાના ડરે તેણે 8 થી 10 મહિના પહેલાં એક વોન્ટેડ આરોપી પાસેથી આ રિવોલ્વર ખરીદી હતી.એસઓજી એ હવે આ હથિયાર આપનાર વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે.