ભરૂચના ઝઘડિયા ખાતે ઉજવણી

જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા કરશે ધ્વજવંદન

તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી

ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઝઘડિયા ખાતે ઉજવણી કરવામાં આવશે જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા ધ્વજ વંદન કરશે

ભરૂચ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વર્ષે ઝઘડિયા ખાતે કરવામાં આવશે. સ્વાતંત્ર્ય પર્વના મુખ્ય કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવશે.કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં પરેડ સહિત વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

ઉજવણી દરમિયાન કાર્યક્રમ સુચારૂ રીતે યોજાય અને વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા રિહર્સલ યોજવામાં આવ્યું હતું. રિહર્સલ દરમિયાન પરેડ, ધ્વજ વંદન તેમજ અન્ય કાર્યક્રમોની તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.ઝઘડિયા ખાતે યોજાનારા આ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વને લઈને તંત્ર દ્વારા સુરક્ષા, વ્યવસ્થા અને કાર્યક્રમના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.