ભરૂચ જિલ્લાના વાલિયા વહીવટી તંત્ર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લામાં ઠેરઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વાલિયા વહીવટી તંત્ર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક દેશ, એક ધ્વજ, એક ગૌરવ’ના સૂત્ર સાથે શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તિરંગા યાત્રા ગામના મુખ્ય માર્ગો ઉપર થઈ વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ પ્રસંગે વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારી, ભાજપના આગેવાનો તથા મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોડાયા હતા. આ તિરંગા યાત્રામાં દેશભક્તિના નારા સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશો ફેલાવ્યો હતો. દેશભક્તિના ગીતો અને ‘ભારત માતા કી જય’ના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠતા રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો.