ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ABVP દ્વારા આયોજન કરાયું

વિરોધ પ્રદર્શનનું આયોજન

ઝારખંડમાં થયેલ લાઠીચાર્જનો વિરોધ

કડક પગલા ભરવા માંગ

ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર પોલીસ લાઠીચાર્જના વિરોધમાં ભરૂચ ABVP દ્વારા GEC કોલેજ સામે વિરોધ પ્રદર્શન યોજાયું. ઝારખંડમાં યોજાયેલી JPSC અને JSSC પરીક્ષાઓમાં સામે આવેલી અનિયમિતતા અને ગેરરીતિઓ સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ શાંતિપૂર્ણ આંદોલન પર ઝારખંડ પોલીસ દ્વારા કરવામાં આવેલા અમાનુષી લાઠીચાર્જના વિરોધમાં હવે ભરૂચમાં પણ વિરોધનો સૂર ઊઠ્યો છે.

ઝારખંડ પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચની GEC કોલેજની સામે આ પ્રદર્શન યોજાયુ હતું. જેમાં ABVP ના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે ABVP ભરૂચ દ્વારા તમામ વિદ્યાર્થીઓને આ ન્યાયિક લડતમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી.