ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આયોજન

સ્વતંત્રતા પર્વની ઉજવણી

આર.કે.વકીલ હાઈસ્કૂલમાં આયોજન

રાષ્ટ્રધ્વજ ફરકવાયો

ગીત સંગીતની મહેફિલ જામી

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ગામની શાળામાં સંગીતના સથવારે રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાય હતી

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે. વકીલ હાઈસ્કૂલ અને સ્વ. અલકાબેન વૈદ્ય પ્રાયમરી સ્કૂલ ખાતે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં સરદારધામ, વડોદરાના સ્થાપક ટ્રસ્ટી જતીન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના પંચમ કલાવૃંદના ફુલમી પટેલ સહિતના કલાકારોએ દેશભક્તિ ગીતોની સુંદર પ્રસ્તુતિ કરી હતી. દેશભક્તિના ગીતોથી સમગ્ર શાળા પરિસર ગુંજી ઉઠ્યું હતું અને ઉપસ્થિતોમાં રાષ્ટ્રભાવનાનો સંચાર થયો હતો.આ પ્રસંગે આદર્શ કેળવણી મંડળના પ્રમુખ તુષાર પટેલ, સેક્રેટરી ભગવતી પટેલ, શાળાના આચાર્યો ધર્મેશ જોશી અને જયેશ પટેલ સહિત શાળા પરિવારના સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સ્વતંત્રતા પર્વની આ સંગીતમય ઉજવણીથી ઇલાવ ગામમાં દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.